Home> India
Advertisement
Prev
Next

IPFTના પ્રતિનિધિ મંડળે ગૃહમંત્રી અમિત શાહ સાથે કરી મુલાકાત, ત્રિપુરામાં CAB વિરુદ્ધ આંદોલન ખતમ 

ત્રિપુરા (Tripura) માં  નાગરિકતા સંશોધન બિલ 2019 (Citizenship Amendment Bill 2019) નો વિરોધ કરી રહેલા ઈન્ડીજીનસ પીપલ ફ્રન્ટ ઓફ ત્રિપુરા (IPFT) પાર્ટીના એક પ્રતિનિધિમંડળે આજે સાંજે ગૃહ મંત્રી અમિત શાહ સાથે મુલાકાત કર્યા બાદ આંદોલન ખતમ કરવાની જાહેરાત કરી. ગૃહમંત્રી અમિત શાહે (Amit Shah) ટ્વીટ કરીને આ જાણકારી આપી. જો કે નાગરિકતા બિલને લઈને ઉત્તર-પૂર્વમાં વિરોધ ચાલુ છે. ગુરુવારે પણ બિલના વિરોધમાં અનેક જગ્યાએ પ્રદર્શન થયાં. 

IPFTના પ્રતિનિધિ મંડળે ગૃહમંત્રી અમિત શાહ સાથે કરી મુલાકાત, ત્રિપુરામાં CAB વિરુદ્ધ આંદોલન ખતમ 

નવી દિલ્હી: ત્રિપુરા (Tripura) માં  નાગરિકતા સંશોધન બિલ 2019 (Citizenship Amendment Bill 2019) નો વિરોધ કરી રહેલા ઈન્ડીજીનસ પીપલ ફ્રન્ટ ઓફ ત્રિપુરા (IPFT) પાર્ટીના એક પ્રતિનિધિમંડળે આજે સાંજે ગૃહ મંત્રી અમિત શાહ સાથે મુલાકાત કર્યા બાદ આંદોલન ખતમ કરવાની જાહેરાત કરી. ગૃહમંત્રી અમિત શાહે (Amit Shah) ટ્વીટ કરીને આ જાણકારી આપી. જો કે નાગરિકતા બિલને લઈને ઉત્તર-પૂર્વમાં વિરોધ ચાલુ છે. ગુરુવારે પણ બિલના વિરોધમાં અનેક જગ્યાએ પ્રદર્શન થયાં. 

ગૃહમંત્રીએ પોતાની ટ્વીટમાં લખ્યું કે આજે IPFTના પ્રતિનિધિમંડળ સાથે મુલાકાત કરી જે ત્રિપુરામાં નાગરિકતા બિલનો વિરોધ  કરી રહ્યાં હતાં. નાગરિકતા બિલને લઈને તેમની ચિંતાઓ પર ચર્ચા કરી. મોદી સરકાર તેમના મુદ્દાઓનું સમાધાન કરવાનો પૂરેપૂરો પ્રયત્ન કરશે. મેં આંદોલન ખતમ કરવા બદલ તેમનો આભાર વ્યક્ત કર્યો. 

નાગરિકતા બિલ વિરુદ્ધ સતત ચાલી રહેલા આંદોલનમાં સંયુક્ત આંદોલનના સંયોજક એન્થની દેબ વર્માએ ગૃહ મંત્રી અમિત શાહ સાથે મુલાકાત બાદ કહ્યું કે આજે અમારી ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત  થઈ. અમે અમારી અનિશ્ચિતકાળ હડતાળને ખતમ કરવાનો નિર્ણય લીધો છે.

નોંધનીય છે કે નાગરિકતા સંશોધન બિલને લઈને ત્રિપુરામાં વિરોધ પ્રદર્શન જોવા મળી રહ્યું છે. ભાજપ (BJP) ની સહયોગી પાર્ટી ઈન્ડીજીનસ પીપલ્સ ફ્રન્ટ ઓફ ત્રિપુરા (IPFT) સહિત અન્ય આદિવાસી સમૂહોએ આંદોલન ચલાવ્યું હતું. હવે IPFTએ આંદોલન ખતમ કરવાની જાહેરાત કરી છે. 

આ બાજુ આસામના રાજ્યપાલ જગદીશ મુખીએ રાજ્યના લોકોને આંદોલન ખતમ કરવાની અપીલ કરી છે. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકારે સંસદમાં આસામના હિતોની સુરક્ષાનું આશ્વાસન આપ્યું છે. તેમણે અહીંની સંસ્કૃતિ, ભાષા અને અધિકારોનું પણ સંરક્ષણ કરવાનું આશ્વાસન આપ્યું છે. નાગરિકતા બિલનો વિરોધ કરી રહેલા વિદ્યાર્થી, ભાઈ બહેનોને અપીલ કરું છું કે તેઓ શાંતિ જાળવે. 

જુઓ LIVE TV

નાગરિકતા બિલ વિરુદ્ધ પ્રદર્શનમાં આસામમાં અત્યાર સુધીમાં 3 લોકોના મોત થયા છે. ગુવાહાટીમાં બે લોકોના અને તિનસુકિયામાં એક વ્યક્તિનું મોત થયું છે. આસામમાં સેનાની 5 ટુકડી તૈનાત છે. 22 ડિસેમ્બર સુધી શાળા કોલેજ બંધ રહેશે. 24 ટ્રેન અને 4 ફ્લાઈટ રદ કરવામાં આવી છે. ત્રિપુરામાં પણ સેનાની 3 ટુકડીઓ તૈનાત છે. આસામ અને ત્રિપુરામાં રણજી ટ્રોફી મેચ સસ્પેન્ડ કરી દેવાઈ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 દેશના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More